મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:બંધ બારણે બેઠકમાં નફાની જાહેરાત, પશુપાલકોને મળશે મોટો લાભ..

સાબરડેરી દ્વારા સાડા ત્રણ લાખ પશુપાલકો માટે સારા સમાચાર જાહેર કર્યા છે. ડ

સાબરડેરી દ્વારા સાડા ત્રણ લાખ પશુપાલકો માટે સારા સમાચાર જાહેર કર્યા છે. ડિરેક્ટરોએ બંધ બારણે બેઠક યોજીને નફાની સત્તાવાર જાહેરાત કરી છે.નિયમ મુજબ સાધારણ સભા યોજવી જરૂરી હોવા છતાં તેના વિના જ નફો નક્કી કરવામાં આવ્યો છે. આ વખતે નફાની રકમ એક જ તબક્કે ચૂકવવામાં આવશે. ગયા વર્ષે ખેડૂતોને 522 કરોડ રૂપિયા ચૂકવાયા હતા, જ્યારે આ વર્ષે 560 કરોડ રૂપિયા વહેંચવામાં આવશે.પ્રતિ કિલો ફેટના આધારે 1 હજાર 7 રૂપિયા ચૂકવાશે. અંદાજિત 15 ટકાથી વધુ ભાવવધારો થયો છે. આ રકમ 29 જૂને સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે.

આ સમાચાર શેર કરો