મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગર્ભવતી મહિલાના મોત મામલે હોસ્પિટલનો ખુલાસો, ફોરેન્સિક PM બાદ કારણ સ્પષ્ટ થશે

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં ગર્ભવતી

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાના મોતના મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર દર્દી દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં આવી હતી, જ્યાં સોનોગ્રાફી બાદ તેને તાત્કાલિક દાખલ કરવામાં આવી હતી. મહિલાની ડિલિવરીની નિર્ધારિત તારીખ 22મી હતી અને આ તેની ત્રીજી પ્રેગ્નન્સી હતી. વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે વોટર બેગ ફાટ્યા બાદ મહિલાને ગભરામણ શરૂ થઈ હતી. હોસ્પિટલના જણાવ્યા મુજબ જરૂરી તમામ સારવાર આપવામાં આવી હતી, પરંતુ અચાનક હૃદયના ધબકારા ખૂબ ઘટી જતાં હાર્ટ બંધ થઈ ગયું હતું. સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ ફોરેન્સિક અને પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.

આ સમાચાર શેર કરો