VIDEO: સરસપુર શારદાબેન હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાના મોત બાદ હોબાળો
અમદાવાદના સરસપુર સ્થિત શારદાબેન હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાના મોતને લઈને વિવા

અમદાવાદના સરસપુર સ્થિત શારદાબેન હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાના મોતને લઈને વિવાદ સર્જાયો છે. પરિવારજનોએ ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે મહિલાનું મૃત્યુ થયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. માહિતી મુજબ મહિલાને ગઈકાલે બપોરે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે વહેલી સવારે સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિવારજનોએ સમગ્ર મામલે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ ઉઠાવી છે. હાલ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.



