મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પત્રકારના નામે આડેધડ કામ કરતા લોકો સામે હાઇકોર્ટની લાલ આંખ

અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટે પત્રકારના નામે આડેધડ કામગીરી કરતા અને

અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટે પત્રકારના નામે આડેધડ કામગીરી કરતા અને RTI કાયદાનો દુરુપયોગ કરતા લોકો સામે કડક ટિપ્પણીઓ કરી છે. હાઇકોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે પત્રકારત્વ લોકશાહીનો ચોથો સ્થંભ છે અને તે ક્યારેય એકતરફી કે હેતુયુક્ત હોઈ શકે નહીં. સુનાવણી દરમિયાન કોર્ટે RTI કાયદાના વધતા દુરુપયોગ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું કે RTI કાયદો સામાન્ય નાગરિકોને માહિતી મેળવવામાં મદદરૂપ થવા માટે બનાવવામાં આવ્યો છે, પરંતુ કેટલાક લોકો તેનો ઉપયોગ દબાણ ઊભું કરવા અને અંગત હેતુઓ સિદ્ધ કરવા માટે કરી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. વર્ષ 2005થી અત્યાર સુધી અંદાજે 800 RTI અરજીઓ કરનાર એક કથિત પત્રકારની કામગીરી અંગે પણ કોર્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હાઇકોર્ટે કહ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિ સામાન્ય લોકોને દબાણમાં લેવા માટેનો એક સુવ્યવસ્થિત અને સોફેસ્ટિકેટેડ રસ્તો બની શકે છે અને જે કામ સીધું શક્ય નથી તે અપ્રત્યક્ષ રીતે કરવાના પ્રયાસો કાયદાની ભાવનાને નુકસાન પહોંચાડે છે.

આ સમાચાર શેર કરો