મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નખત્રાણા સહિત પશ્ચિમ કચ્છમાં મેઘતાંડવ, એક રાતમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને 21 દિવસ પૂરા થયા છે. મળતા અહે

 ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને 21 દિવસ પૂરા થયા છે. મળતા અહેવાલ પ્રમાણે કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  કચ્છના નખત્રાણા સહિત પશ્ચિમ કચ્છમાં ગત રાત્રિથી ભારે વરસાદે તબાહી મચાવી છે. રાત્રી દરમિયાન 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નખત્રાણા જળમગ્ન થયું હતું. આભરે વરસાદને કારણે રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા.

અઢી ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું

સવારના 4થી 6 વાગ્યાના બે કલાકમાં અઢી ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું. કચ્છના  નખત્રાણા ઉપરાંત દેસલપર, વાંઢાય, વિથોણ, વિરાણી અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી. ભુજ, ભુજોડી, માધાપર, મીરજાપર અને માનકુવામાં પણ રાત્રે અવિરત વરસાદ વરસ્યો.

આ સમાચાર શેર કરો