Video: સુરેન્દ્રનગરમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ, 15થી વધુ ગામોના ખેતરોમાં પાણી ભરાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે ચાલી રહેલા ધોધમાર વરસાદે ખેડૂતોની મહેનત
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે ચાલી રહેલા ધોધમાર વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. દશાડા તાલુકામાં સૌથી વધુ અસર જોવા મળી છે, જ્યાં 15થી વધુ ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. કપાસ, મગફળી અને બાજરી જેવા ઉભા પાકો પર પાણી ફરી વળતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. વરસાદે ખેતરોને બેટમાં ફેરવી દીધા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, આ પાકો હાર્વેસ્ટિંગના તબક્કે હતા, પરંતુ અચાનક આવેલા વરસાદે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું.
ધોધમાર વરસાદે ખેડૂતની આશાઓ પર પાણી ફેરવી દીધું. સ્થાનિક ખેડૂતો સરકાર અને વહીવટી તંત્ર પાસે તાત્કાલિક સહાયની માગણી કરી રહ્યા છે. તેઓએ નુકસાનનું મૂલ્યાંકન કરી, વળતર અને રાહત પેકેજની માગ કરી છે, જેથી આ આર્થિક આઘાતમાંથી બહાર આવી શકાય.




