મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની આગાહી

VIDEO: રાજ્યમાં એકવાર ફરી સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા આવતા 7 દિવસમાં વરસાદ

VIDEO: રાજ્યમાં એકવાર ફરી સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા આવતા 7 દિવસમાં વરસાદની આગાહી છે. હજી ગુજરાતમાં સત્તાવાર રીતે વરસાદે વિદાય નથી લીધી. રાજ્યમાં આજે પણ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે  13થી 16 સપ્ટેમ્બર ગાજવીજ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે દક્ષિણ ગુજરાતના સુરત,વલસાડ,નવસારી,તાપી,ડાંગ,દમણ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર,અમરેલી, ગીર-સોમનાથ,જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં પહેલી જૂનથી 13 સપ્ટેમ્બર સુધી 27 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 

આ સમાચાર શેર કરો