VIDEO:ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા
સોર્સ : GSTV
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં આજે ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. 26 જૂને ગુજરાતમાં ચોમાસું વિધિવત બેસે તેવી પૂરી શક્યતા છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના સાથે 'યલો એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ તથા 40 થી 50 કિમીની ઝડપે ફૂંકાતા તેજ પવન સાથે છૂટાછવાયો વરસાદ પડી શકે છે.વરસાદ વચ્ચે તાપમાન 38 થી 40 ડિગ્રી રહેશે. દરિયામાં કરંટ હોવાથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેત રહેવા કડક સૂચના આપી છે.

