VIDEO: ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી માંડ-માંડ બચી
IPL-2026ની ફાઈનલના આ નિરાશાજનક અંત બાદ, રનર-અપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી

IPL-2026ની ફાઈનલના આ નિરાશાજનક અંત બાદ, રનર-અપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી માંડ-માંડ બચી હતી. એક અહેવાલ મુજબ ફાઈનલ પછી રવિવારે રાત્રે મેચ પૂરી થયા બાદ જ્યારે ટીમ બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ખેલાડીઓને લઈને અમદાવાદની હોટેલ પર પરત ફરી રહી હતી, ત્યારે બસમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. સદનસીબે તમામ ખેલાડીઓને સમયસર અને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી કોઈ મોટી જાનહાની કે નુકસાન થયું ન હતું..શોર્ટ સર્કિટના કારણે બસને રોકવી પડી હતી અને ખેલાડીઓ અંદાજે એક કલાક સુધી રોડ પર જ ફસાયેલા રહ્યા હતા. ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી અપલોડ કરી. જેમાં તે ટીમના અન્ય ખેલાડીઓ સાથે નીચે જમીન પર બેસેલો દેખાય છે અને કેપ્શનમાં ‘બ્રેકડાઉન’ લખ્યું છે. એવું માની શકાય કે બસમાં શોર્ટ સર્કિટ થઈ હોય, ત્યારનો આ ફોટો હોય શકે.


