VIDEO:વ્રજવાણીથી દ્વારકા સુધી 'કિસાન અધિકાર પદયાત્રા'નો ભવ્ય પ્રારંભ
ગુજરાતના કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ વ્રજવાણી ખાતેથી ખેડૂતોના હક

ગુજરાતના કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ વ્રજવાણી ખાતેથી ખેડૂતોના હક અને અધિકારો માટે 'કિસાન અધિકાર પદયાત્રા'નો ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ પદયાત્રા વ્રજવાણીથી દ્વારકા સુધી યોજાશે. યાત્રાની શરૂઆત પૂર્વે વ્રજવાણીના સતી માતાના મંદિરે કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ધ્વજા પૂજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં કોંગ્રેસ નેતા પાલ આંબલિયા સહિતના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ દરમિયાન ઉપસ્થિત લોકોએ ભાજપ સરકારની કથિત ખેડૂત વિરોધી નીતિઓ રદ કરવા, ખેડૂતોને યોગ્ય વળતર આપવા અને અન્યાય બંધ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રેલીનું પ્રસ્થાન કર્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી તેમને ન્યાય અપાવવાનો છે.


