VIDEO: ગેનીબેન ઠાકોરની યુવાનોને લાલબત્તી, "બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડનો ભોગ ન બનો''
VIDEO: વાવ-થરાદ તાલુકાના લાખણી તાલુકાના જડ

VIDEO: વાવ-થરાદ તાલુકાના લાખણી તાલુકાના જડિયાળી ગામે આયોજિત કોંગ્રેસના જનસંપર્ક અને સાંસદના સાકરતતુલા કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરે એક ગંભીર સામાજિક અને આર્થિક મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના યુવાનોને સાયબર ફ્રોડની વધતી જતી માયાજાળથી સાવધ રહેવા માટે આહવાન કર્યું હતું.
બેંક એકાઉન્ટ ભાડે આપવાની લાલચ સામે ચેતવણી
સાંસદ ગેનીબેન ઠાકોરે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, હાલમાં સાયબર ગુનેગારો દ્વારા યુવાનોને નિશાન બનાવવાની નવી રીત અપનાવવામાં આવી છે. લાલચુ તત્વો યુવાનોના બેંક એકાઉન્ટ અમુક રકમ આપવાના બદલે ભાડે રાખે છે. યુવાનો થોડા પૈસાની લાલચમાં પોતાના દસ્તાવેજો અને એકાઉન્ટ વિગતો અજાણ્યા લોકોને સોંપી દે છે, જેનો ઉપયોગ પાછળથી ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અને સાયબર ઠગાઈ માટે કરવામાં આવે છે.
યુવાનોના ભવિષ્ય પર જોખમ
ગેનીબેને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે: "અત્યારે સૌથી મોટી ચિંતા એ છે કે યુવાનો બેંક એકાઉન્ટ ભાડે આપીને સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે. કેટલાક લોકો યુવાનોના એકાઉન્ટનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની હેરાફેરી કરે છે અને જ્યારે પોલીસ તપાસ થાય ત્યારે નિર્દોષ યુવાનો જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે. આ માયાજાળ યુવાનોની કારકિર્દી બરબાદ કરી શકે છે."
જનસંપર્ક કાર્યક્રમમાં જાગૃતિનો સૂર
જડિયાળી ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાકરતતુલાના પ્રસંગે સાંસદે માત્ર રાજકીય વાતો કરવાને બદલે સામાજિક જાગૃતિ પર ભાર મૂક્યો હતો. તેમણે વાલીઓને પણ અપીલ કરી હતી કે તેઓ પોતાના સંતાનોના બેંકિંગ વ્યવહારો પર નજર રાખે અને કોઈને પણ પિન, ઓટીપી કે એકાઉન્ટ વિગતો ન આપવા સમજાવે.




