VIDEO: અંકલેશ્વર GIDCની કેમિકલ કંપનીમાં ગૅસ લીકેજથી દોડધામ મચી
VIDEO: ભરુચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર શહેરની જીઆઈડીસીમાં એક ખાનગી કંપનીમાં પ્લાન્ટમાંથ
VIDEO: ભરુચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર શહેરની જીઆઈડીસીમાં એક ખાનગી કંપનીમાં પ્લાન્ટમાંથી ગૅસ ગળતર થતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. કેમક્રક્ષ એન્ટરપ્રાઈઝ કંપનીમાં આવેલા પ્લાન્ટમાંથી પીળા રંગનો ગૅસ લીક થતો નજરે પડયો હતો.
જો કે, આ ઘટના બાદ કર્મચારીઓ અને આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. પીળા રંગનો ગૅસ વછૂટતા જીપીસીબી અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરુ કરી હતી. પીળા રંગનો ગૅસ નીકળતા આસપાસનું વાતાવરણ જાણે પીળું થઈ ગયું હતું.




