મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નારોલમાં રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, બે લોકો જીવતા ભડથું

અમદાવાદના નારોલમાં શાહવાડી વિસ્તારમાં આવેલા કર્ણાવતી નગરમાં આજે(13 ડિસેમ્

અમદાવાદના નારોલમાં શાહવાડી વિસ્તારમાં આવેલા કર્ણાવતી નગરમાં આજે(13 ડિસેમ્બર) એક મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. પહેલા માળે મકાનમાં ગેસ લીકેજ થવાના કારણે આગ વિકરાળ બની હતી. જેને લઈને ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જતાં 19 અને 22 વર્ષીય બે યુવકના મોત થયાની આશંકા છે, જ્યારે 42 વર્ષીય મહિલા ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટનાને લઈને પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ, ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે.

આ સમાચાર શેર કરો