મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હાંસોટમાં વીજ વાયર ચોરી કરનાર 12 સભ્યોની ટોળકી ઝડપાઈ, રૂ. 20.60 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ જિલ્લાના હાંસોટ અને પાનોલી વિસ્તારમાં ખેતીવ

ભરૂચ જિલ્લાના હાંસોટ અને પાનોલી વિસ્તારમાં ખેતીવાડી વીજ લાઇનના વાયર ચોરી કરતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. હાંસોટ પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. 20.60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ પાસેથી રૂ. 17.45 લાખના એલ્યુમિનિયમ વાયર, ટેમ્પો, બાઈક અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે ટોળકી અંતરિયાળ વિસ્તારોની રેકી કરીને રાત્રે ચાલુ વીજ લાઇનો કાપતી હતી અને ચોરાયેલો માલ ભંગાર વેપારીઓને વેચી દેતી હતી. આ કાર્યવાહીથી વાયર ચોરીના ચાર અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

આ સમાચાર શેર કરો