મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાહોદમાં વરસાદ બાદ નદીઓમાં નવા નીરની આવક, ખેડૂતોમાં ખુશી

દાહોદ જિલ્લામાં વરસેલા વરસાદના પગલે નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ખાસ કરીને લીમડી

દાહોદ જિલ્લામાં વરસેલા વરસાદના પગલે નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ખાસ કરીને લીમડી વિસ્તારની માછણ નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમય બાદ નદીમાં પાણીનો પ્રવાહ જોવા મળતા ગ્રામજનોએ નવા નીરના વધામણા પણ કર્યા હતા. વરસાદથી નદી-નાળાઓ જીવંત બનતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેતી માટે જરૂરી પાણી મળવાની આશા સાથે ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વરસાદ અને નદીઓમાં આવેલા નવા નીરને કારણે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે અને લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે.

આ સમાચાર શેર કરો