મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Narmada સરદાર સરોવરમાં આવ્યા નવા નીર, ડેમ 65.1% ભરાયો

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસથી પાણીની વધતી આવકના પગલે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થય

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસથી પાણીની વધતી આવકના પગલે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં ઉપરવાસમાંથી 1,47,090 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.ડેમની સપાટી હવે 126.63 મીટર પર પહોંચી ગઈ છે, જયારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમના બંને પાવર હાઉસો પણ ચાલુ સ્થિતિમાં છે. રિવર બેડ પાવર હાઉસ (RBPH)**માંથી 34,326 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. કેનાલ હેડ પાવર હાઉસ (CHPH)**માંથી 2,527 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ફળસ્વરૂપે, નર્મદા નદીમાં પાણીની કુલ જાવક 36,853 ક્યુસેક સુધી પહોંચી છે.હાલ ડેમનું ગ્રોસ વોટર લેવલ 6149.48 મિલિયન ક્યુબિક મીટર (MCM) છે, જયારે મહત્તમ ક્ષમતા 9460 MCM છે. આ રીતે નર્મદા ડેમ હાલમાં 65.1 ટકા ભરાયેલો છે. આગામી દિવસોમાં વરસાદ યથાવત રહ્યો તો ડેમની સપાટીમાં વધુ વધારો થવાની સંભાવના છે.

આ સમાચાર શેર કરો