મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સરકારી નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી

હાલોલ પોલીસે સરકારી નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભરત પરમારન

હાલોલ પોલીસે સરકારી નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભરત પરમારની ધરપકડ કરી છે. કંજરીનો રહેવાસી ભરત પરમાર પોતે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો ડાયરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી બેરોજગાર યુવકોને લલચાવતો હતો અને અત્યાર સુધીમાં આશરે 30 જેટલા યુવકો પાસેથી 1.60 કરોડ જેટલી જંગી રકમ ખંખેરી લીધી હતી. લાંબા સમય સુધી નોકરી ન મળતા અને નાણાં પરત માંગતા આરોપીએ ગલ્લાંતલ્લાં કરતા ભોગ બનેલા યુવાનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ પોલીસે નકલી ડાયરેક્ટર ભરત પરમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો