VIDEO: અમદાવાદમાં ફાયર વિભાગ એક્શનમાં, ફાયર NOC વગર ચાલતી હોટલો સામે કાર્યવાહી
અમદાવાદમાં ફાયર વિભાગે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી હો

અમદાવાદમાં ફાયર વિભાગે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી હોટલો સામે કાર્યવાહી શરૂ કરી છે. દિલ્હીમાં હોટલમાં લાગેલી આગની ઘટનાના અનુસંધાને AMC ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. મોટેરા, સાબરમતી અને ચાંદખેડા વિસ્તારમાં આવેલી હોટલોની તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર NOC વગર સંચાલિત થતી હોટલો સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ચાંદખેડા વિસ્તારની ચાર હોટલોને સીલ કરવામાં આવશે. અગાઉ કુલ 37 હોટલોને નોટિસ આપવામાં આવી હતી. શહેરભરમાં ચેકિંગ અભિયાન વધુ તેજ બનાવાયું છે અને નિયમોનો ભંગ કરતી અન્ય હોટલો સામે પણ આગામી દિવસોમાં કાર્યવાહી થઈ શકે છે.




