VIDEO: હાપામાં આવેલી 'મધુસૂદન મસાલા'ની ફેક્ટરીમાં આગની ઘટના
જામનગરના હાપા વિસ્તારમાં આવેલી જાણીતી 'મધુસૂદન મસાલા'ની ફેક્ટરીમાં આજે આગની ઘટના બની છે. ફેક્ટ
જામનગરના હાપા વિસ્તારમાં આવેલી જાણીતી 'મધુસૂદન મસાલા'ની ફેક્ટરીમાં આજે આગની ઘટના બની છે. ફેક્ટરીના ખુલ્લા મેદાનમાં રાખેલા મરચાના મોટા ઢગલામાં એકાએક આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે આગ કાબૂમાં આવતા મોટી જાનહાનિ ટળી છે.




