VIDEO: મોરબી ભાજપ મહામંત્રી અને ટોલ કર્મીઓ વચ્ચે મારામારી
મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવે સાથે જૂનાગઢ હાઈવે પર આવેલા ધારી ટોલ બુથ પર મારામારીની

મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવે સાથે જૂનાગઢ હાઈવે પર આવેલા ધારી ટોલ બુથ પર મારામારીની ઘટના સામે આવી છે. તપન દવેની ગાડીનો ફાસ્ટ-ટેગ બ્લેક લિસ્ટ હોવાથી કર્મચારીઓએ ગાડી પસાર થવા દીધી નહોતી, જે બાદ બંને પક્ષે ઉગ્ર બોલાચાલી અને મારામારી સર્જાઈ હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપન દવેની ફરિયાદના આધારે 12 કર્મચારીઓને રાઉન્ડઅપ કર્યા છે. બીજી તરફ, ટોલ મેનેજર દેવેન્દ્રસિંગ પરિહારે પણ ભાજપ મહામંત્રી સામે કર્મચારીઓ સાથે મારપીટ કર્યાનો આક્ષેપ કરી વળતી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.




