મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:રાજકોટ-મોરબી હાઇવે પર રસ્તા મુદ્દે ઉગ્ર વિરોધ

રાજકોટ જિલ્લાના બેડી અને હડમતીયા વચ્ચેના ખરાબ રસ્તાને લઈને સ્થાનિક ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્ય

રાજકોટ જિલ્લાના બેડી અને હડમતીયા વચ્ચેના ખરાબ રસ્તાને લઈને સ્થાનિક ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. રાજકોટ-મોરબી હાઇવે પર બેડી નજીક ગ્રામજનોએ ચક્કાજામ કરીને માર્ગની દયનીય સ્થિતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ રસ્તા પર મોટા ખાડાઓ અને ખરાબ સપાટીના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તાજેતરમાં થયેલા અકસ્માતોમાં બે લોકોના મોત થતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. વિરોધકારીઓએ આક્ષેપ કર્યો કે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ગ્રામજનોએ તાત્કાલિક રસ્તાની મરામત અને સુરક્ષાના પગલાં લેવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો