મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સરકારી જમીન મામલે રજૂઆત કરનાર પરિવાર પર જીવલેણ હુમલો

ભાવનગરના પાલીતાણામાં સરકારી જમીન પરના દબાણ મુદ્દે તંત્રને રજૂઆત કરવાનું એક પરિવ

ભાવનગરના પાલીતાણામાં સરકારી જમીન પરના દબાણ મુદ્દે તંત્રને રજૂઆત કરવાનું એક પરિવારને ભારે પડ્યું છે. શહેરના શક્તિનગરમાં રહેતા વલકું કોટીલાએ સરકારી જમીનના ગેરકાયદે કબજા અંગે રજૂઆત કરતા, અદાવત રાખીને કેટલાક શખ્સોએ મોડી રાત્રે પરિવાર પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ધોકા અને પાઇપ વડે હુમલો કરી ઘરમાં તોડફોડ પણ કરી હતી, જેમાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપીઓ હુમલો કરતા નજરે પડે છે. ભોગ બનનાર વલકું કોટીલાની ફરિયાદના આધારે પાલીતાણા ટાઉન પોલીસે કાકાના દીકરા સહિત કુલ ૬ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો