મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહાદેવ તળાવ ઊંડું કરવા ખેડૂતોએ જાતે જ શરૂ કરી ઝુંબેશ

અરવલ્લીના મેઘરજ તાલુકાના કંટાળું ગામે લોકભાગીદારીનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. સિંચા

અરવલ્લીના મેઘરજ તાલુકાના કંટાળું ગામે લોકભાગીદારીનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા મંજૂરી ન મળતા ગ્રામજનોએ જાતે જ મહાદેવ તળાવને ઊંડું કરવાનું બીડું ઝડપ્યું છે. ખેડૂતોએ ફાળો એકત્રિત કરીને JCB અને ટ્રેક્ટરોની મદદથી આ અભિયાન શરૂ કર્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે નર્મદાની પાઈપલાઈન હોવા છતાં પાણી છોડવામાં આવતું નથી અને તળાવ ઊંડું ન હોવાથી પાણી સંગ્રહની સમસ્યા સર્જાય છે. જો આ તળાવ ઊંડું કરવામાં આવે તો આસપાસના ૧૦ ગામોને સિંચાઈનો લાભ મળે અને ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવે. તંત્રની ઉદાસીનતા સામે ખેડૂતોની આ એકતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.

આ સમાચાર શેર કરો