VIDEO: બનાસકાંઠામાં પાવરગ્રેડ લાઈનથી થયેલા નુકસાનને લઈને ખેડૂતોની 400 ટકા વળતરની માંગ
બનાસકાંઠાના કાંકરેજ અને ડીસાના ખેડૂતોએ પાવરગ્રેડ લાઈનથી

બનાસકાંઠાના કાંકરેજ અને ડીસાના ખેડૂતોએ પાવરગ્રેડ લાઈનથી થયેલા નુકસાનના વળતર માટે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી 400 ટકા વળતરની માંગ કરી છે. જિલ્લાના બુકોલી અને મુડેઠા સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરીએ એકત્રિત થયા હતા અને અગાઉની અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ સમાન ધોરણે વળતર ચૂકવવાની માંગ કરી છે, જેથી તેમની ખેતીની જમીન અને પાકને થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકે. હવે સરકાર આ બાબતે શું નિર્ણય લે છે તેના પર ખેડૂતોની નજર છે, કારણ કે લાંબા સમયથી ચાલી રહેલી આ સમસ્યાના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ન્યાયની આશા રાખી રહ્યા છે.




