મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: 25 વીઘાના ખેતરમાં કેળાના પાક ઉપર ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું

મહુવા ના બાગાયતી ખેતી કરતા ખેડૂતે કંટાળી પોતાના 25 વીઘાના ખેતરના કેળ ના પાક ઉપર ટ્રેક્ટર ફેરવ

મહુવા ના બાગાયતી ખેતી કરતા ખેડૂતે કંટાળી પોતાના 25 વીઘાના ખેતરના કેળ ના પાક ઉપર ટ્રેક્ટર ફેરવીને દીધું છે. હાલ બજારમાં  કેળાનો પાક કોઈ લેવા તૈયાર ન હોઈ ખેડૂતનો પાકી ગયેલો પાક બગડતો હતો. ખેડૂતે કંટાળીને આખરે પોતાના 25 વિઘાના પાક ઉપર ટ્રેક્ટર વડે તમામ કેળના થડીયાનો નાશ કરી નાખ્યો.

ખેડૂત કહી રહ્યો હતો કે મારે એક વીઘાના વાવેતરમાં 60 હજાર રૂપિયાનું રોકાણ થયું હતું ત્યારે પચીસ વિધામાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.  તેમજ આ પાકની માવજત દીવસ રાત એક કરી ને 18 મહીના કરતા વધારે મહેનત કરી હતી.  જ્યારે ઉપજ આવવા લાગી ત્યારે આ પાકની ખરીદી કરવા માટે કોઈ તૈયાર ન હતું. આ પાક તૈયાર થતા બગડી રહ્યો હતો,  ત્યારે ના છુટકે ખેડૂત પોતાના દીલ પર પથ્થર રાખીને 25 વીઘાના ખેતરના ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવીને સંપૂર્ણ પણે નાશ કરી નાખ્યો છે.

આ સમાચાર શેર કરો