VIDEO: બારડોલી અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની એન્ટ્રી: અપેક્ષિત સામારિયા મોરા નજીક ભરાયા પાણી
સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મ


સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. બારડોલી નગર અને આસપાસના તાલુકા ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. બારડોલી નગરના સામરીયા મોરા વિસ્તારમાં ફરી એકવાર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જોકે ખેડૂતો હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે લોકોમાં રાહત અને આશા બંને જોવા મળી રહી છે.




