VIDEO:દ્વારકાઃ દરિયાનું રૌદ્ર સ્વરૂપ, જીવના જોખમે સેલ્ફી લેતા પ્રવાસીઓ
દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે... ગોમતી ઘાટ, ભડકેશ્વર મહ

દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે... ગોમતી ઘાટ, ભડકેશ્વર મહાદેવ અને સનસેટ પોઇન્ટ પર દરિયામાં ૨૦ થી ૨૫ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પ્રવાસીઓને દરિયા કિનારે ન જવા અપીલ કરાઈ છે, પરંતુ ગાયત્રી બીચ પર ભારે બેદરકારી જોવા મળી હતી... અહીં પ્રવાસીઓ જીવના જોખમે મોજા વચ્ચે વીડિયો અને રીલ્સ બનાવતા કેમેરે કેદ થયા છે. નવાઈની વાત એ છે કે, તંત્ર માત્ર 'ભયજનક'ના બોર્ડ મારીને સંતોષ માની રહ્યું છે. જો કોઈ મોટી દુર્ઘટના થશે, તો જવાબદાર કોણ? એ મોટો સવાલ છે.



