મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પત્ની ભગાડી જવાની  ફરિયાદ ન લેતા વ્યક્તિએ Rajkot પોલીસ મથકમાં જ પીધું ફિનાઈલ

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે એક વ્યક્તિએ ફરિયાદ ન લેવામાં આવતા ફિનાઈલ પી લીધું હતું.&n

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે એક વ્યક્તિએ ફરિયાદ ન લેવામાં આવતા ફિનાઈલ પી લીધું હતું.  જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફરિયાદીએ જણાવ્યું કે, તેની પત્નીને ગોવિંદ ભરવાડ સહિતના વ્યક્તિઓએ ભગાડી ગયા છે. અને તે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

પોલીસે ફરિયાદ દાખલ ન કરી અને કોઈ કાર્યવાહી પણ નહોતી કરી, જેથી તણાવમાં આવેલ વ્યક્તિએ સ્ટેશનમાં જ ફિનાઈલ પી લીધું હતું. આ દ્રશ્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટના બાદ તુરંત 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો, જ્યાં તેની સારવાર ચાલુ છે.

આ સમાચાર શેર કરો