VIDEO:દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકમાં વિલંબથી પૌવા ઉદ્યોગ પર સંકટ
ક્લાઈમેટ ચેન્જ અને ‘અલ નીનો’ની અસરને કારણે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું મોડું થ

ક્લાઈમેટ ચેન્જ અને ‘અલ નીનો’ની અસરને કારણે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું મોડું થતાં ડાંગરનું વાવેતર ૨૦-૨૫ દિવસ વિલંબિત થયું છે. નહેરના પાણી હોવા છતાં અત્યાર સુધી માત્ર ૪૫% રોપણી થઈ શકી છે. પાક મોડો આવતા તેની ગુણવત્તા ઘટવાની અને ભાવ ન મળવાની ખેડૂતોને ચિંતા છે.આ સંકટની સીધી અસર પૌવા મિલો પર પડી રહી છે. કાચો માલ સમયસર ન મળવાથી ઓક્ટોબરમાં મિલો બંધ રાખવાની નોબત આવી શકે છે, જેનાથી અંદાજે ૨૦% ઉત્પાદન ઘટશે અને હજારો શ્રમિકો બેરોજગાર બનશે. સપ્લાય ઘટતા આગામી સમયમાં પૌવાના ભાવ આસમાને પહોંચતા સામાન્ય જનતાના ખિસ્સા પર સીધો ફટકો પડશે.




