VIDEO: સુરેન્દ્રનગરમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો, અગરિયાઓની સ્થિતિ કફોડી બની
મીની વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છી


મીની વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. બાવળા, સુરેન્દ્નનગર. ધોળકા, સાણંદ અને ખાસ કરીને ભાલ પંથકમાં તૈયાર થયેલા રવિ પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો પર આભ ફાટ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે.
માર્કેટિંગ યાર્ડમાં તુવેરની ખરીદી બંધ કરવી પડી
ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી માર્કેટિંગ યાર્ડમાં તુવેરની ખરીદી બંધ કરવી પડી છે, જ્યારે ખેતરોમાં તૈયાર માલ પર પાણી ફરી વળ્યું છે. જોરાવરનગર અને હાઈવે પર હોટલો તથા ગોડાઉનના પતરાં ઉડ્યા છે.વીજ પુરવઠો ખોરવાતા અને ટાવરો ક્ષતિગ્રસ્ત થતા હજારો મોબાઈલ મૂંગા બન્યા છે. સૌથી ચિંતાજનક સ્થિતિ રણમાં ફસાયેલા અગરિયાઓની છે, જેમને બહાર કાઢવા તંત્રની કોઈ વ્યવસ્થા દેખાતી નથી.



