VIDEO: રાજકોટમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી, કારખાનેદારે દાખલ કરી ફરિયાદ
રાજકોટમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને

રાજકોટમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ગોંડલના એક કારખાનેદાર દંપતી સામે 6 કરોડ 18 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી જલ્પાબેન રૈયાણીએ દિવ્યેશ સાવલિયા અને તેમની પત્ની નીલમ સાવલિયા વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે. આરોપીઓએ કામ્યા ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરનારાઓને ઊંચું વળતર અને કંપનીના શેર આપવાનું વચન આપ્યું હતું. શરૂઆતમાં 2થી 3 ટકા વળતર ચૂકવી વિશ્વાસ જીત્યા બાદ મોટી રકમ ઉઘરાવવામાં આવી હતી. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.




