મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : લખતર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી રદ થતા વિવાદ

સુરેન્દ્રનગરના લખતર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી રદ થતાં સમગ્ર મામલો ફરી વિવાદમાં આવ્યો

સુરેન્દ્રનગરના લખતર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી રદ થતાં સમગ્ર મામલો ફરી વિવાદમાં આવ્યો છે. કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે કે લખતર માર્કેટિંગ યાર્ડમાં ભાજપના જ નેતાઓ અને ડિરેક્ટરોએ પક્ષના મેન્ડેટ સામે બળવો કર્યો હતો. ભાજપે ચેરમેન માટે ખુશાલ પટેલને મેન્ડેટ આપ્યું હોવા છતાં બળવો કરીને વિક્રમસિંહ રાણાને સર્વાનુમતે ચેરમેન બનાવવામાં આવ્યા હતા. હવે ગુજરાતના ખેતીવાડી વિભાગે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા રદ કરતાં નવો રાજકીય વિવાદ ઉભો થયો છે. ચૂંટણીમાં જીતેલા ચેરમેન સહિતના ડિરેક્ટરો હવે આ નિર્ણયને પડકારવા કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારીમાં છે. લખતર માર્કેટિંગ યાર્ડનો આ વિવાદ હવે કાનૂની લડાઈ તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો