VIDEO: પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના પર કોંગ્રેસના પ્રહાર
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાને લઈને ગુજરાત કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે આકરા સવાલ ઉઠાવ્યા છે.

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાને લઈને ગુજરાત કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે આકરા સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આક્ષેપ કર્યો છે કે આ યોજના કાગળ પર માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, પરંતુ જમીની હકીકત સાવ અલગ છે.કોંગ્રેસના દાવા મુજબ, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 11,690 તકો જાહેર થઈ હતી, જેની સામે માત્ર 1,019 ઉમેદવારોએ જ સ્વીકૃતિ આપી છે, એટલે કે 92 ટકા તકોનો કોઈ ઉપયોગ જ નથી થયો. ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં પરિવહન, રહેઠાણ અને જાગૃતિના અભાવે યુવાનો યોજનાથી વંચિત રહ્યા છે. આ સ્થિતિને પગલે કોંગ્રેસે સરકાર પાસે જિલ્લાવાર આંકડા જાહેર કરવા, સ્ટાઇપેન્ડ વધારવા અને સમગ્ર યોજના અંગે શ્વેતપત્ર બહાર પાડવાની માંગ કરી છે.



