મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કુબેરનગરમાં બૂથની 200 મીટરની જગ્યામાં ભાજપ નેતાએ કાર્યાલય અને પક્ષનો ઝંડો લગાવવા મામલે કોંગ્રેસે કર્યો હોબાળો

કુબેરનગર વોર્ડમાં પોલિંગ બૂથની 200 મીટરની જગ્ય

કુબેરનગર વોર્ડમાં પોલિંગ બૂથની 200 મીટરની જગ્યામાં કાર્યાલય અને ઝંડા લગાવવાની બાબતને લઈને કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર ચૂંટણી પંચના અધિકારીઓને લઈને ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહ શેખાવતના ઘરે પહોંચી ગયા હતા અને અધિકારીઓને બતાવ્યું હતું કે પોલિંગ બૂથની અડીને ઘરની દીવાલ આવેલી છે અને ત્યાં ઝંડા લગાવેલા છે તેને જોઈ લો. ચૂંટણી પંચના અધિકારીઓને ઉમેદવારની સામે કહ્યું હતું કે જો હવે કોઈપણ એક પાર્ટીનો પક્ષ લઈને કામ કરશો તો સારું નહીં રહે. મારી ખાનગી જગ્યામાં મારી પરવાનગી વિના આવશો તો છોડીશ નહીં તેવી વાત કરી હતી. આ સમગ્ર ઘટના અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ થયો છે.

આ સમાચાર શેર કરો