VIDEO: વ્યાસવાડી ચાર રસ્તા પાસે કાર અને બાઇક વચ્ચે ટક્કર, ૩ યુવકો ઈજાગ્રસ્ત
અમદાવાદના વ્યાસવાડી ચાર રસ્તા પાસે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો


અમદાવાદના વ્યાસવાડી ચાર રસ્તા પાસે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ યુવકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને રાહત કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. બી ડિવિઝન ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે નોંધ લઈને વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતના કારણે વિસ્તારમાં થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને બાદમાં પોલીસ દ્વારા સામાન્ય કરવામાં આવ્યો હતો.




