VIDEO: આગામી ૪૦ દિવસ સુધી રાજ્યભરમાં "છાત્રો કી ગુંજ" આંદોલન
કોંગ્રેસ દ્વારા શિક્ષણ ક્ષેત્રની ખામીઓ સામે "છાત્રો કી ગુંજ" આંદોલનનો શંખનાદ કરવામાં

કોંગ્રેસ દ્વારા શિક્ષણ ક્ષેત્રની ખામીઓ સામે "છાત્રો કી ગુંજ" આંદોલનનો શંખનાદ કરવામાં આવ્યો છે. સંયોજક શેષનારાયણ ઓઝાએ સરકારની શિક્ષણ નીતિ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સતત પેપર લીકની ઘટનાઓ અને શાળાઓના ખાનગીકરણને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ મૂવમેન્ટ અંતર્ગત આગામી ૪૦ દિવસ સુધી રાજ્યના ૨૮ કેન્દ્રો પર વિવિધ કાર્યક્રમો યોજાશે.આંદોલન દરમિયાન નુક્કડ સભાઓ યોજી ૧ ઓગસ્ટે કલેક્ટર કચેરી ખાતે "છાત્ર સત્યાગ્રહ" કરવામાં આવશે. કોંગ્રેસે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે અને રોજગારીના મુદ્દે સરકારને ઘેરવાની ચીમકી ઉચ્ચારી છે.



