VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ગેસના ભાવમાં વધારા કારણે સિરામિક ઉદ્યોગ સંકટમાં
સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, સુરેન્દ્
સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં કોમર્શિયલ ગેસના ભાવમાં 115 રૂપિયાના વધારા કારણે સિરામિક ઉદ્યોગ સંકટમાં મુકાયો છે. ગેસના ભાવ વધારાની સીધી અસર 300થી વધુ સિરામિક ઉદ્યોગો પર પડી છે. ઇઝરાઇલ-ઇરાન અને અમેરિકા વચ્ચેની પરિસ્થિતિને કારણે ભાવ વધારો થયાનો ઉદ્યોગકારોનો દાવો છે.
10 હજારથી વધુ લોકોની રોજગારી પર સંકટ ઊભું થયું
મળતા અહેવાલ પ્રમાણે વધતા ખર્ચ અને માલ પરત આવવાને કારણે 10 હજારથી વધુ લોકોની રોજગારી પર સંકટ ઊભું થયું છે. ઉદ્યોગકારોએ સરકારને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે.




