મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગૌચર જમીનો પર માફિયાઓનો કબજો, બસ સ્ટેન્ડમાં માલઢોર સાથે માલધારીઓ નાખ્યા ધામા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ગૌચર જમીનો પર ખનિજ માફિયાઓના અનૈતિક કબજા અને ખોદકામ સામે

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ગૌચર જમીનો પર ખનિજ માફિયાઓના અનૈતિક કબજા અને ખોદકામ સામે માલધારી સમુદાયના લોકો ભારે રોષ જોવા મળી રહ્યો છે. માલધારીઓએ પોતાના ઢોરોને લઈને પાટડીના બસ સ્ટેન્ડમાં ધામા નાખ્યા છે. અને પોતાનો વિરોધ નોધાવ્યો છે. 

પાટડીની ગૌચર જમીનોમાં માફિયાઓએ વ્યાપક ખોદકામ શરૂ કર્યું છે, જેમાં સીમમાં આવેલી ગૌચર જમીનો પર રાજકીય વ્યક્તિઓના અંગત સ્વાર્થને કારણે કબજો કરી ખોદી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ માલધારીઓએ લગાવ્યો છે. તેમજ, ગામના તળાવને પણ ખોદી નાખવામાં આવ્યું છે. તંત્રની કામગીરી સામે માલધારી રોષે ભરાયા છે અને બસ સ્ટેશનમાં માલઢોર સાથે ધામા નાખ્યા છે. 

આ સમાચાર શેર કરો