VIDEO: મોરબીમાં કારમાં આગ લાગતાં બળીને ખાખ, સદનસીબે મોટી જાનહાની ટળી
રાજ્યના મોરબીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, માળિયાનાં ખાખરેચી નજીક ચાલતી કારમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટન
રાજ્યના મોરબીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, માળિયાનાં ખાખરેચી નજીક ચાલતી કારમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કારમાં સવાર લોકોનો બચાવ થયો હતો.
કાર બળીને ખાખ થઈ ગઈ
સ્થાનિકોએ સમગ્ર મામલાની જાણ ફાયર અને પોલીસ વિભાગને કરી હતી, ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગને બુઝાવી હતી. પોલીસે અકસ્માતે ગુનો નોઁધીને તપાસ આગળ વધારી છે, જોકે આગ કયા કારણોસર લાગી હતી તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.




