Video: Rajkotમાં ખાડામાં પટકાતા કારમાં લાગી આગ, એક વ્યકિતના હાથ સળગ્યા
રસ્તાના ખાડાને કારણે થતા અકસ્માતો વિષે તમે અનેકવાર સાંભળ્યું હશે. પરંતુ
રસ્તાના ખાડાને કારણે થતા અકસ્માતો વિષે તમે અનેકવાર સાંભળ્યું હશે. પરંતુ રાજકોટના ન્યારી ડેમ પાસે ખાડાને કારણે ગાડીમાં આગ લગવાની ઘટના સામે આવી છે. ન્યારી ડેમ રોડ પર પૂરપાટ ઝડપે ચાલતી કાર અચાનક રસ્તાના ખાડામાં પટકાઈ હતી. ખાડામાં પટકાતા કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો.
ખાડામાં પટકાતા કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જો કે કાર ચાલક અને તેની સાથે રહેલી વ્યક્તિ સમયસુચકતા વાપરી તરત જ બહાર નીકળી ગયા હતા. અને બંનેનો આબાદ બચાવ થયો હતો. જોકે આ ઘટનામાં એક વ્યક્તિના હાથને ઇજા થઈ છે. સ્થાનિક લોકો અને પોલીસને ખબર પડતાં તુરંત ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી, અને લાગેલી આગ ઓલવવામાં આવી હતી.



