VIDEO:ગુજરાતમાં કોંગ્રેસની સક્રિયતા સામે ભાજપનો વળતો પ્રહાર
છેલ્લા થોડા સમયથી કોંગ્રેસ અચાનક સક્રિય થઈને ખેડૂતો અને યુવા વર્ગના સામાજિક મુદ્દાઓ પર આંદોલન છેડી રહ


છેલ્લા થોડા સમયથી કોંગ્રેસ અચાનક સક્રિય થઈને ખેડૂતો અને યુવા વર્ગના સામાજિક મુદ્દાઓ પર આંદોલન છેડી રહી છે. કોંગ્રેસના આ કાવાદાવા અને સક્રિયતા સામે ભાજપે વળતો પ્રહાર કર્યો છે.ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધીના નિવેદનો છતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાએ ભાજપને જ પસંદ કર્યો છે. ૧૦ હજારથી વધુ ઉમેદવારો સાથેની ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ જીત મેળવી છે. ૨૦૧૪થી નરેન્દ્ર મોદીની સરકાર સૌથી મજબૂત રહી છે અને અનેક સકારાત્મક નિર્ણયો લીધા છે. ભાજપના નેતાઓનો દાવો છે કે વિકાસ, મજબૂત સંગઠન અને સરકારી યોજનાઓના જોરે જનતા ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને જ વિજયી બનાવશે.




