VIDEO: સુરેન્દ્રનગર કૉંગ્રેસની સોશિયલ મીડિયા ટીમમાં મોટું ભંગાણ
સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં પક્ષમાં સતત અવગણન

સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં પક્ષમાં સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે સોશિયલ મીડિયા ટીમના 9 હોદ્દેદારોએ સામુહિક રાજીનામાં ધરતા ખળભળાટ મચી ગયો છે. યુથ કૉંગ્રેસના પ્રમુખપદે સીસુપાલસિંહ રાણાની નિમણૂક ન થતા આ વિવાદ વકર્યો છે, જેના કારણે જિલ્લાની આખી સોશિયલ મીડિયા ટીમ તૂટી ગઈ છે. રાજીનામાં બાદ ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સંપર્ક સાધવાનું શરૂ કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. પક્ષની અંદરોઅંદરની ખેંચતાણ અને આ સામૂહિક રાજીનામાં આગામી સમયમાં જિલ્લા કૉંગ્રેસ માટે મોટો પડકાર બની રહેશે.




