VIDEO : ભાણવડ પોલીસે ૧૧.૧૪ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓ ઝડપ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ પોલીસને મોટી સફળતા મળી છે. ગત ૨૮ જૂનના

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ પોલીસને મોટી સફળતા મળી છે. ગત ૨૮ જૂનના રોજ રોજેવાડા ગામમાં એક પરિવાર દ્વારકા દર્શને ગયો હતો, ત્યારે બંધ મકાનના તાળા તોડીને સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા ૧૧.૧૪ લાખની ઘરફોડ ચોરી થઈ હતી. નાયબ પોલીસ અધીક્ષક મિત ઉદલાલના માર્ગદર્શન હેઠળ પોલીસે સર્વેલન્સ, બાતમીદારો અને CCTV ફૂટેજના આધારે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ સ્થાનિક આરોપીઓ મિલન સોલંકી, ભાવેશ સોલંકી અને રવી સોલંકીની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓ પૂર્વ આયોજન પૂર્વક ફરિયાદીના પરિવારને દર્શને લઈ ગયા હતા અને પાછળથી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે ૧૦૦ ટકા મુદ્દામાલ સહિત ગુનામાં વપરાયેલ બાઇક અને મોબાઇલ મળી કુલ રૂપિયા ૧૧.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



