મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેડામાં વરસાદ બાદ રોડ બિસ્માર બની જતા GSTVના અહેવાલ બાદ તંત્રએ રોડ રિસરફેસ કર્યો

VIDEO: ગુજરાતમાં ચોમાસાએ હજી સત્તા

VIDEO: ગુજરાતમાં ચોમાસાએ હજી સત્તાવાર રીતે વિદાય નથી લીધી. ત્યારે ખેડા જિલ્લામાં તાજેતરમાં ખાબકેલા વરસાદ બાદ ઠેર-ઠેર ખાડા પડી ગયા હતા. જેથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી. ચારેબાજુ રોડ બિસ્માર બની ગયો હતો. આટલું ઓછું હોય તેમ વરસાદી પાણી ભરાઈ જતા ગંદકીના થર પણ જામ્યા હતા. ડાકોર-ઉમરેઠ ફ્લાય ઓવરબ્રિજ નવો બન્યો હતો. જે તૂટી જતા ખાડામાં પરિણમ્યો હતો. જો કે, આવી સ્થિતિ હોવા છતાં આરએન્ડબી વિભાગ ખાડા પુરવા નિષ્ક્રિયતા દાખવી રહ્યું હતું.

જેથી જીએસટીવીએ આ સમગ્ર સ્થિતિનો ચિતાર દર્શાવ્યો હતો. જેથી જીએસટીવીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. નેશનલ હાઈવે 8 નંબરનો રૂટ બ્રિજ જે યાત્રાધામ ડાકોરને જોડતો હતો. ડાકોર-ઉમરેઠનો ફ્લાય ઓવરબ્રિજના તમામ રોડને તંત્રએ રિસરફેસ કર્યો હતો. 

આ સમાચાર શેર કરો