મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : એટીએસએ ૮.૩૨ કરોડના ટ્રામાડોલ ટેબલેટનો જથ્થો કર્યો જપ્ત

ગુજરાત ATSએ અંકલેશ્વરથી રાજસ્થાન તરફ જતી ખાનગી બસમાંથી 8 કરોડ 32 લાખ રૂપિયાની કિંમતની

ગુજરાત ATSએ અંકલેશ્વરથી રાજસ્થાન તરફ જતી ખાનગી બસમાંથી 8 કરોડ 32  લાખ રૂપિયાની કિંમતની 2લાખ આઠ હજાર નંગ  ટ્રામાડોલ ટેબલેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. મેડિકલ સ્ટોકિસ્ટ લાયસન્સના દુરુપયોગ અને ખોટા ઇન્વોઇસ બનાવીને આ ગેરકાયદે વેપાર ચલાવવામાં આવતો હતો. મુખ્ય આરોપી પરેશ પારસમલ જૈનની ધરપકડ કરવામાં આવી છે, જેણે મે 2026થી અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં ટેબલેટ વેચ્યા હોવાની કબૂલાત કરી છે. અગાઉ પણ એનડીપીએસ અને મેફેડ્રોન જેવા ગંભીર કેસોમાં સંડોવાયેલો આ આરોપી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આ માદક દ્રવ્યોનો સપ્લાય કરતો હતો. ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એટીએસએ આ મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

આ સમાચાર શેર કરો