મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:નડિયાદના કેરીઆવીના ડે.સરપંચ પર હુમલો: ન્યાય માંગવા પહોંચતા ગ્રામ્ય પોલીસે મજાક ઉડાવી.

નડીયાદ તાલુકાના કેરીઆવી ગામના ડેપ્યુટી સરપંચ દિલીપ

નડીયાદ તાલુકાના કેરીઆવી ગામના ડેપ્યુટી સરપંચ દિલીપ સોલંકી પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાંથી માંડ-માંડ જીવ બચાવીને ડેપ્યુટી સરપંચ નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને મદદ માટે પહોંચ્યા હતા. જોકે, ન્યાય મળવાને બદલે તેમને પોલીસની ઘોર લાપરવાહી અને અસંવેદનશીલતાનો ભોગ બનવું પડ્યું હતું.આરોપ છે કે ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીએ ખુરશી પર પગ લાંબા કરીને મદદ માંગવા આવેલા ડેપ્યુટી સરપંચની મજાક ઉડાવી હતી. સરપંચની સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો આવ્યા હોવા છતાં પોલીસ કર્મચારીઓનું વલણ અત્યંત નિરાશાજનક રહ્યું હતું. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો