મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુદર્શન સેતુ પર જોખમી રીલ્સનો વધુ એક વીડિયો વાયરલ

દેવભૂમિ દ્વારકાના ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પરથી વધુ એક વીડિયો સોશિયલ મી

દેવભૂમિ દ્વારકાના ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પરથી વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં એક મહિલા ચાલતી કારના બોનેટ પર બેસીને રીલ્સ બનાવતી જોવા મળી રહી છે. જાહેર માર્ગ પર જીવના જોખમે સ્ટંટ અને રીલ્સ બનાવવાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલો ઊભા કર્યા છે. અગાઉ પણ સુદર્શન સેતુ પર ટ્રાફિકને અવરોધરૂપ બને તે રીતે વાહનો ઉભા રાખી જોખમી વીડિયો બનાવવાના બનાવો સામે આવ્યા હતા. વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં અસરકારક કાર્યવાહી કેમ થતી નથી તે અંગે લોકોમાં ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો