સંસ્કારી નગરી વડોદરામાં ચોરીના બનાવો વધતા તસ્કરો આતંક જોવા મળ્યો છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલી ઓઈલ ડેપોની એક દુકાનમાંથી તેલના ડબ્બાની ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા યુવકે દુકાનમાં એકલતાનો લાભ લઈ તેલનો ડબ્બો ઉપાડીને ફરાર થઈ ગયો હતો. આ યુવક સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ કેદ થયો છે.સયાજીગંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળમાં જોડાઈ છે.