મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વેપારીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: ગ્રાહકના વેશમાં ચોરી કરતી ગેંગ પકડાઈ

વડોદરામાં વેપારીઓને વિશ્વાસમાં લઈ સામાનની ચોરી કરી ફરાર થતી પિતા, પુત્ર અને પુત્રીન

વડોદરામાં વેપારીઓને વિશ્વાસમાં લઈ સામાનની ચોરી કરી ફરાર થતી પિતા, પુત્ર અને પુત્રીની ત્રિપુટી પોલીસના હાથે ઝડપાઈ છે. પાણીગેટ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લાખો રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ગેંગ ગ્રાહક બની દુકાનમાં જઈ વેપારીઓને વાતોમાં રાખતી અને ગોડાઉનમાંથી સામાન કઢાવી નજર ચૂકતા જ માલ લઈને ફરાર થઈ જતી હતી. તરસાલીની હીર ઈલેક્ટ્રિક દુકાનમાંથી 8 સીલિંગ પંખા અને આશાપુરા ઈલેક્ટ્રિકલ્સમાંથી ગીઝર તથા પાણીની મોટર ચોરી કરવામાં આવી હતી. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. આરોપીઓ પિયુષ ઝાલા, રાજુ ઝાલા અને મોનિકા ઝાલા સામે અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાઈ છે.

આ સમાચાર શેર કરો