મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વરસાદી પાણીમાં એમ્બ્યુલન્સ અટકી, તો જેસીબી બની દેવદૂત

અમરેલીના રાજુલા તાલુકાના સમઢીયાળા ગામે વરસાદના કારણે બંધારો ઓવરફ્લો થતાં પુલ પર પાણી ભરાયા હતા. આ સ

તસવીર: gstv

અમરેલીના રાજુલા તાલુકાના સમઢીયાળા ગામે વરસાદના કારણે બંધારો ઓવરફ્લો થતાં પુલ પર પાણી ભરાયા હતા. આ સ્થિતિમાં ચાંચબંદર ગામની વયોવૃદ્ધ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની જરૂર પડી, પરંતુ એમ્બ્યુલન્સ પુલ પાર કરી શકી નહિ. સ્થાનિકો અને તાલુકા પંચાયત સદસ્ય વિક્રમ ગુજરીયા સહિત આગેવાનોએ JCB મશીનના બકેટમાં વૃદ્ધ મહિલાને સુવડાવીને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે પુલ પાર કરાવી. ત્યારબાદ તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. પુલ પર પાણી ભરાવાથી આસપાસના ગામલોકોને પસાર થવામાં મુશ્કેલી પડી હતી. આ રેસ્ક્યુની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બની છે.

આ સમાચાર શેર કરો